લગ્ન એટલે સાયુજ્ય
-બે વિજાતિય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા. એનાથી પ્રેમ પ્રગટે, આત્મિયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરૂં લગ્ન.
-પોતાનો જીવનસાથી બધી રીતે આદર્શ હોય તે અપેક્ષા વધુ પડતી છે. સંસારમાં દરેક જણ આપણી અપેક્ષાઓમાં ખરાં ઉતરે તે જરૂરી નથી.જીવનમાં કરકસર પણ જરૂરી છે.અને સંતોષ થી મોટું કોઈ ધન નથી.ગૃહસ્થીમાં નશો કે વ્યસન ને કોઈ સ્થાન ન હોવું જોઈએ.કારણકે એ વ્યાસન જીવનને બરબાદ કરી શકે છે.
-બંને વ્યક્તિઓએ પોત પોતાના અહમને કોરાણે મુકવો જોઈએ.
પોતાની જાતને દરેક સ્થિતિમાં સાચું માનવું અને પોતાના જીવનસાથીને પોતાનાં પ્રમાણે ઢાળવો એ સુખી સંસારમાં દુખોનું કારણ બની શકે છે.દરેક વ્યક્તિ એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે એટલે બળજબરી થી કોઈ પાસે તમારી વાતને મનાવવી એ જુલમ કહેવાય.
પરીશ્રમ અને મહેનત એ ગૃહ-જીવનની મુખ્ય ચાવી છે.અને એદીપણું નુકસાન પહોચાડે છે.અને છેલ્લી અને મહત્વની વાત:
એકબીજાથી કદી કાઈ છુપાવો નહિ.બંને એટલા પારદર્શક હો એ વાત પાયા સમાન છે.વિશ્વાસ એ લગ્ન-જીવનના સ્તંભ સમાન છે.
ફાધર વાલેસ ના મતાનુસાર:
લગ્નસંસ્થા તો માતૃસંસ્થા છે, જીવનવાહક સંસ્થા છે, પછી એથી વધુ પવિત્ર શું હોઈ શકે ? નદી પવિત્ર છે, માટે નદીનો સ્ત્રોત પવિત્ર છે. જીવન પવિત્ર છે. માટે જીવનસ્ત્રોત (લગ્નસંસ્થા) પવિત્ર છે. ગંગોત્રી પુણ્ય સ્થળ છે કારણ કે એ ગંગામૈયાનું ઝરણ છે. લગ્નસંસ્થા પણ તીર્થધામ છે કારણ કે એ માનવજીવનનું ઉદ્દભવસ્થાન છે. લગ્ન પવિત્ર છે. સંસાર મંગળ છે.
સમાજ ની વિકાસયાત્રા એટલે લગ્ન,લગ્ન એ સ્ત્રી-પુરુષને ગમતું બંધન.
માનવજાતને સદીઓ સુધી ટકાવી રાખે છે.તેમાં બે શરીર પણ આત્મા એક બને છે.
લગ્ન એટલે બે પરિવારોનું પણ મિલન.
એક બીજા સાથે જીવનભર સાથે ચાલવાનું વચન એટલે લગ્ન.
નવ પલ્લવિત સંબંધ એટલે લગ્ન.
પરંપરા ની મર્યાદામાં રહી એક તાંતણે બાંધે તે લગ્ન.
સપનાઓ સાકાર કરવાના પ્રયત્નો એટલે લગ્ન.
શબ્દો વગરનો સંવાદ એટલે લગ્ન.
પ્રેમ,વિશ્વાસ અને શ્રધ્ધા ની મજબુત ગાંઠ એટલે જ લગ્ન.
લગ્ન એ માનવજીવનમાં મોટામાં મોટો પ્રસંગ છે. અવતરવું ને વિદાય થવું તો પરમાત્માના હાથમાં છે. તે બેની વચ્ચેના અનેક સંસ્કારો પૈકી લગ્ન સંસ્કાર એ માનવજીવનને વળાંક આપતો અતિ મહત્વનો પ્રસંગ છે. લગ્ન એટલે બે વ્યક્તિનું જ નહીં, બે પરિવારોનું જોડાણ. બે સમાજોનો સમન્વય. વ્યાપકતા તરફ વધવાનો તેમાં સંકેત છે. ‘હું’ માંથી ‘અમે’ અને ‘અમે’ માંથી ‘આપણે’ થવાનો, વિશ્વકુટુંબ કરવાની દિશામાં પગલું માંડવાનો આ સંસ્કાર છે.
હવે આપણે જોઈએ કે નાગર લગ્ન ની મુખ્ય વિધિઓ કઈ છે?
વર- કન્યાની પસંદગી.
૧. સગાઇ (સગપણ) : કુટુંબ અને છોકરા-છોકરી ના ગુણ,ભણતર,નોકરી,આવક અને સંસ્કાર ઉપરથી બંને પક્ષના વડીલો પહેલા માગું કરે છે.પછી જો ગ્રહોમાં માનતા હોય તો મેળાપક પછી છોકરો છોકરી એકબીજાને મળે અને પસંદગી જાહેર કરે તો કુટુંબમાં સગાઇ જાહેર થાય છે અને માત્ર સવા રૂપિયો-નાળીયેર આપી શુકન કરવું.અને ત્યાર બાદ અનુકુળતા પ્રમાણે તારીખ અને મહુરત જોઈ સમોરતા કરવા.ઘણા લોકો મંગળ દોષ કે ગ્રહોમાં માનતા હોય તો એ રીતે બંનેના ગ્રહો જોવડાવી ને સંબંધ નક્કી કરવો.પણ મારે મતે “મંગળ તો વરસે છે”તે નડે નહિ.અને “એકબીજાના જો મન મળે તો ગ્રહ મળ્યા જ એમ સમજવું જોઈએ.”
સગાઇ થયાં બાદ આપણે સમજીએ કે:દરેક વસ્તુ અથવા વિધિ પાછળ કયો હેતુ અને શુ પ્રતીકાત્મક છે.પહેલા વેદી છે.વેદીને ચારબાજુ ચાર ખૂણા છે.તે ચાર દિશાના ચાર ખૂણા સૂચવે છે.તેની બહાર દેખાતા પગથિયાં ત્રિગુણાત્મક પ્રકૃતિનાં સૂચક છે અને વેદીની ઉંડાઈએ જીવનની ગૂઢતા અને ગહનતા દર્શાવે છે.એમાં પ્રગટાવેલો અગ્નિ એ જ્ઞાન (પ્રકાશ) અને ગરમી (શક્તિ)નો ધોતક છે.એ પ્રગટ દેવ છે. જ્ઞાન અને શક્તિ વિનાનું જીવન શુ છે?કંકુ એ ત્યાગનું પ્રતિક છે અને ચોખા એ પુરુષાર્થનું પ્રતિક છે.નાડાછડી કાચા સૂતરની છે.એ સ્નેહનું પ્રતીક છે.એની કોમળતા એટલી બધી છે કે તૂટે નહિ એ માટે ખૂબ જ સાવધ રહેવાનું છે.જરા એને તાણીએ તો તૂટી જાય.કાચા સૂતરને તાંતણે તમે બંધાઓ છો.આ સંસારમા અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે,વિઘ્નો આવશે,યુધ્ધો આવશે,કોયડાઓ આવશે,સમસ્યાઓ આવશે,દુ:ખો આવશે,વિપત્તિઓ આવશે,પણ તમે બંધાયેલા છો નાડાથી.યાદ રાખજો કે તમે છૂટી ના જાઓ એટલા માટે આ નાડાછડી છે.
નાળીયેર: એ જીવદશાનું પ્રતીક છે.માટે એનું સમર્પણ યજ્ઞકુંડના જ્ઞાનાગ્નિમાં કરવાનો વિધિ છે.
મીંઢળ: લગ્ન જેવા પ્રસંગમાં ખુશી,હર્ષ,ઉલ્લાસ,ઉમંગના ઉભરાઓથી હદયના ધબકારા વધી જાય છે.હાથે મીંઢળ બાંધવાથી હદયના ધબકારા કાબૂમાં રહે તેવો ગુણ મીંઢળમાં છે.આ હેતુને ધ્યાનમાં રાખીને આપણા રૂષિમુનિઓએ હાથે મીંઢળ બાંધવાનો રિવાજ પાડેલો.
૨.સમોરતા:
હવે કન્યાપક્ષવાળા વરના સમોરતા કરે,જેમાં :
- કન્યા ની ફઈ વરને ચાંદલો કરી નાળીયેર આપી બંનેની સગાઇ કે સગપણ જાહેર કરે છે. જેમાં ‘ આ કુટુંબ ની દીકરી અને આ કુટુંબના દીકરાના સગપણ જાહેર કરતાં અમને ખૂબ આનંદ થાય છે અને બંને કુટુંબ આ સંબંધ થી બંધાય છે તેથી અમને ખૂબ આનંદ થાય છે.”એવું કોઈ એક વડીલ બોલી ને પ્રસંગ ની શરૂઆત કરે છે.ફઈ વરને ચાંદલો કરે એટલે વર પક્ષવાળા કન્યાની ફઈને એનો લાગો (કવર કે સાડી આપે છે.ઘણા નાગરોમાં સમોરતા વખતે પણ કન્યાની સાસુને સાડી આપવાનો રીવાજ છે.)
-જો રીંગ-સેરેમની કરવાની હોય તો તે વખતે વરની વીંટી લેવી.નહિ તો લગ્ન વખતે પણ અપાય.પહેલાંના સમયમાં રીંગ – સેરેમની કરતાં નહોતા.હવે ઘણું બદલાયું છે.
- પેન્ટ-શર્ટ
- કોઈક પહોચતા કુટુંબો ઘડિયાળ પણ આપે છે.પણ આ બધુ હોંશનું છે , રીવાજ નથી.નાગરોનો રીવાજ તો માત્ર કંકુ અને કન્યા છે,પણ હવે દેખાદેખીમાં ઘણા લોકો ખેચાઈને પણ પ્રસંગ કરે છે,જે ન થવું જોઈએ.
-કુટુંબના બીજા વડીલો વર નું મોં જોઈ શુકન ના રૂપિયા આપે છે.
-સમોરતા નો રીવાજ વર અને કન્યા પક્ષના લોકો એકબીજાને મળે અને પરિચય કેળવે એ માટે કરવામાં આવે છે.
- આ જ રીતે વર પક્ષના લોકો કન્યાના સમોરતા પોતાને ઘરે કરે છે,જેથી એમના કુટુંબી જનોને આમંત્રી શકે અને કન્યા પક્ષના વડીલો વર પક્ષનું ઘર અને કુટુંબ જોઈ શકે.જેમાં:
- કન્યાને સાડી-બ્લાઉઝ,અને સાંકળા અપાય છે.
- કોઈક નાગર કુટુંબોમાં તે સમયે જ દાગીના આપવાનો રીવાજ છે.જેણે કુંવારો-કાંઠલો કહે છે.પણ કચ્છ ના નાગરોમાં એવો રીવાજ નથી.
- એ જ રીતે વર પક્ષના અન્ય વડીલો કન્યાનું મોં જોઈ શુકન ના રૂપિયા આપે છે.
( કવરમાં કેટલા રૂપિયા મુકવા ?એવું કોઈ બંધારણ નથી,જે હોવું જોઈએ.કારણકે,પહેલાં તો બે-પાંચ-દસ તો બહુ થઇ જતાં.હવે એકાવન,એક્સોએક,બસો એકાવન એમ વધતું જ જાય છે.એટલે સમોરતામા અપાતા રૂપિયાનો નિયમ હોવો જોઈએ,કારણકે તેના ઉપરાંત પણ હજી આગળ ઘણા પ્રસંગો હોય છે જેમાં શુકન આપવાનું જ હોય છે.)
૩. ખોળા પાથરવા:
વર પક્ષના લોકો કન્યાને ઘરે જઈ કન્યાના વડીલોનો આભાર માને છે અને સ્ત્રીઓ પાલવ પાથરી કન્યાની મા અને બાપને કહે છે કે,”તમે તમારી દીકરી,જે તમારા હૃદયનો એક મુખ્ય અંશ છે,એ અમને આપીને અમને ધન્ય કર્યાં છે.અમે તમારા ખૂબ આભારી છીએ.આમ કહેવાનું હોય છે.કેટલો ગરવો રીવાજ?તે વખતે કન્યા પક્ષના લોકો તેમણે ચા-નાસ્તો કરાવી આનંદથી વિદાય કરે છે.
૪.ઘાઘરી થાપડી:
ત્યારબાદ અનુકુળ સમયે વર પક્ષના લોકો કન્યાને ઘરે ચણીયા-ચોળી અને ગોળ-પાપડીની થાળી લઈને જાય છે અને કન્યાને(થનાર વહુને) પાટલે બેસાડી, ચાંદલો કરી, ચણીયા-ચોળી અને ગોળ-પાપડીની થાળી આપે છે.આમાં એક જાતનું વધારે વાર મળવાથી લાગણીના સંબંધો વધે છે,અને પ્રેમ વધે છે.માટે આ રીવાજ હશે.પણ હવેના વ્યસ્ત સમય અને રાજાઓની અનુકુળતા ન હોય એટલે એક જ દિવસે આ રીવાજો પુરા કરવામા આવે છે.પહેલાં તો ગામમાં ને ગામમાં જ બધાં હોય એટલે વારંવાર એકબીજાને ઘરે જવું-આવવું પોસાતું.હવે અઘરું છે તો તેમ કરવું.
૫ – કન્યાના મા-બાપ કન્યાનું આણું તૈયાર કરે છે:
- કપડાં – જેમાં ૧૧ જોડી હોય હવે ડ્રેસ પણ પહેરે છે એટલે બધું મળીને ૧૧ લઇ શકાય.
- દાગીના -
જેમાં કન્યાને ચેન,બુટ્ટી કે હાફ-સેટ હોય.નાગરોમાં કન્યાદાનમાં ૩ થી ૪ તોલા સોનું આપવાનો મૂળ રીવાજ હતો. પણ આગળ જોયું તેમ હોંશમા આપવાનો અતિરેક ક્યારેક “રીવાજ” નું રૂપ લઈ લે છે.
- બાજોઠ.
એ શુકન ગણાય છે.
- શણગાર.
જેમાં દીકરીને ગમતાં ચાંદલા,બંગડીઓ,કાજળ,વગેરે.
- સુટકેસ.
જેમાં દીકરીના તમામ કપડાં આવી જાય એવી લેવી.
- અન્ય.
જેમાં ચાદર,ટુવાલ.નેપકિન્સ,રૂમાલ,અન્ડર ગાર્મેન્ટ્સ.
- મધુપર્ક.
મૂળ તો મધુપર્ક એટલે થોડા પાણીમાં દહી,દૂધ,ઘી અને મધ નું મિશ્રણ જેનાથી વરના પગ ધોવામાં આવે છે તે કથરોટ અથવા ત્રાંસ.પણ હવે માત્ર કથરોટ ન લઈને થાળી-વાટકા-ચમચી-પાણીનો જગ – ગ્લાસ અને ક્યાંક તો આખા રસોડાના વાસણો પણ અપાય છે.
- મા માટલી.
આ માટલી કે સ્ટીલની પવાલી કે ઘડો જે કઈ હોય તે કન્યાની વિદાય વખતે અપાય છે.એને મહામાટ પણ કહે છે. લગ્ન થઈ ગયા પછી કન્યાને વિદાય આપતી વખતે ગાડે બેસાડે ત્યારે કન્યા પક્ષ તરફથી જાનને ‘મહામાટ’ અપાય છે. મહી માટલું – મહિયર + માટલું તેનું અપભ્રંશ રુપ મા-માટલું થયું જણાય છે. મહામાટ એટલે માટી કે પિત્તળની ગોળી. તેમાં સુખડી ભરીને અપાતું.હવે તેમાં મીઠાઈ, અડદના પાપડ,ઘઉં,ચોખા,વડી તથા ગોળ, હળદરનો ગાંઠિયો અને સવા રૂપિયો.મુકવામાં આવે છે.અને
૬.વેવાઈ પક્ષને આપવાની પહેરામણી.
- વર પક્ષના ગોર મહારાજને પણ દક્ષિણા રૂપે કવર આપવાનું હોય છે.
-વર રાજા – તેને માટે રિસેપ્શનમાં પહેરી શકે તેવો સુટ અને બુટ,આજકાલ જોધપુરી કે કોલ્હાપુરી ચપ્પલ પણ લવાય છે.જેવી જેની પસંદગી.
- અણવર - તેણે માટે શર્ટ કે ટી-શર્ટ લઇ શકાય.
- વર-મા સાડી.આ એક સાડી ઉપરાંત જાન આવે ત્યારે સાસુ – રીસામણ ની સાડી પણ લેવી.
- વર ના બાપ તેમને માટે પણ પેન્ટ અને શરતનું કાપડ લેવું.અથવા રેડી-મેડ પણ લઇ શકાય.
- વર – બેન માટે એક સાડી.
- માંડવ બેન-એને માટે પણ બેનની ઉંમર પ્રમાણે સાડી અથવા ડ્રેસ લેવાય.
- લુણ-ગોરી - આમ તો લુણ ઉતારે એ કન્યા નાની હોય છે એટલે એને માટે ફ્રોક કે ચણીયા-ચોળી લેવાય.
- ત્યારબાદ વડીલોમાં દાદા-દાદી,કાકા-કાકી,ફઈ-ફૂવા,મામા-મામી,માસા-માસી,ભાઈ-ભાભી.આ બધાંને ચડાવ ઉતાર એટલે કે પદ પ્રમાણે પ્રત્યક્ષ અથવા કવર અપાય.પ્રત્યક્ષનો અર્થ છે કપડાં રૂપે અપાય તે.
- ઘરમાં હવે પ્રસંગોની હાર-માળા શરુ થવાની છે ત્યારે ઘરમાં રાખવાની ચીજો:
- પેપર કપ,પેપરડીશ,પેપર નેપકીન,અનાજ,શાકભાજી,દૂધ,ચાં-ખાંડ,પ્લાસ્ટીકની ચમચીઓ, કન્યાના આણાની બેગ પર નામ લખી રાખવું.પહેરામણીની બેગ પર પણ નામ લખી રાખવું.જોણાની બેગ પર નામ લખવું.વાડીમાં કે ઉતારે લઈ જવાનો સામાન એક પેકેટમાં બાંધી તેની ઉપર પણ નામ લખવું.પૂજાપો – બાજોઠ.ફૂલ-હાર વગેરે ને પણ અલગ કરવા.
- જાનના ઉતારા માટે વ્યવસ્થા સારી કરવી,તેમાં પણ નેપકીન-સાબુ-પાણીની સગવડ હોય તો તેઓ તૈયાર થઇ શકે.જાન આવે ત્યારે તેમનો થાક ઉતારવા ચા-પાણી અને નાસ્તાની સગવડ કરવી.
- આપણે ઘરે પ્રસંગમાં પધારેલા મહેમાનો માટે પણ રહેવા,ખાવા-પીવાની સારી સગવડ કરવી જોઈએ.જેમાં તેલ,સાબુ,ટુથ-પેસ્ટ ,ટુવાલ,નેપકિન્સ,વગેરે હોય.ગાદલાં,ઓશિકા,વગેરે પણ સારા લેવાં.પીવાનાં પાણી,ચા-નાસ્તો,જમણ સારું કરવું જેથી હાજર રહેલા મહેમાનોને કોઈ તકલીફ ન પડે અને પ્રસંગનો આનંદ લઈ શકે.
- ફઈનું જમણ કે ચાંદલાનું જમણ:
આ પણ એક રીવાજ છે.છોકરાવાળા તરફથી કન્યાની ફઈ અને તેમનાથી જે નાના છોકરાંઓ હોય તેને પોતાને ત્યાં જમવા તેડે છે અને આ રીતે જમાડી ફઈને સાડી અથવા કવર, અને બીજાંઓને કવર આપી મીઠાં સંબંધોને મજબુત બનાવે છે.પરંતુ હવે દરેકના ગામ કે ઘર દુર હોય તો એક જ દિવસે આ બધી વિધિ કરાય છે.જે સરળ પડે તે કરવું.
-અને વેવાઈને,એટલે કે દીકરીના સાસરે લગ્ન-પત્રિકા આપવા જવું.જેમાં પત્રિકા ની સાથે,કુમકુમ-અક્ષત(ચોખા),શ્રીફળ,મીઠાઈ વગેરે લઈને રૂબરૂ જવું.
લગ્ન નો શુભ દિવસ લખી મંગલાર્થ કંકુ અને ચોખા છાંટી ને કંકોત્રી બનાવાય છે.વર-પક્ષ તરફથી કન્યાને ત્યાં લગ્નનો શુભ દિવસ લખી આ પડો મોકલાય છે.(મૂળ)પણ ઘણી જગ્યાએ કન્યા પક્ષ તરફથી વર પક્ષને આ પડો મોકલાય છે.જેમાં કંકુ ચોખાની સાથે શ્રીફળ,અને સાકર-પતાસાં-અથવા મીઠાઈ મોકલવામાં આવે છે.
૭. વિધિ શ્રાધ્ધ અથવા નંદી શ્રાદ્ધ:
(જે પિતૃઓ હયાત નથી તે પિતૃઓનું અંગને લીધેલ પ્રસંગ મતે સહુ પહેલાં પૂજન અને આહ્વાન કરવામાં આવે છે.આ વિધિ લગ્નના દસ દિવસ પહેલાં કરવામાં આવે છે.તેમાં લાડુનું જમણ થાય છે.)
આ દિવસે ગોર-ગોરાણીને જોડ કપડા પગે લાગીને આપવાં.
૮. રાંદલ:
ઘણા નાગર કુટુંબોમાં રાંદલ તેડાવવાનો પણ રીવાજ છે.જો કુટુંબમાં પહેલાં જ લગ્ન હોય તો રાંદલ તેડવામાં આવે છે.એની પૂજા પણ બહુ સરસ હોય છે.સૌરાષ્ટ્ર માં ઘણી જગ્યાએ લગ્ન અને જનોઈ પ્રસંગ પહેલાં “રાંદલ” તેડવાનો રીવાજ છે.જેમાં ૧૪ ગોરણીઓ જમાડવાની હોય છે.આ ગોરણીઓ ને સ્વાર્થી કઈ ખાવાનું નથી હોતું અને ૧૧:૩૦ વાગતા સુધીમાં તેમણે જમાડવાની હોય છે.જેમાં ખીર અને રોટલી બનાવવામાં આવે છે.આખી રાત “રાંદલ”માં નો અખંડ દીવો રાખવામાં આવે છે અને બીજે દિવસે ઉથાપન કરવામાં આવે છે.અને ગાવામાં આવે છે:
- સવા મણનું રે સુખલડુ મા અધમણ ની કુલેર,
-જમજો જમજો રે ગોરણીયું તમે જમજો સારી રાત,
-રાંદલ માવડી રે રણે ચડે મા,સોળ સજી શણગાર..
૯. ગણેશ સ્થાપન:
વિધિ શ્રાદ્ધ બાદ ગણેશની પૂજા થાય છે.તેનું આમંત્રણ કરી અને શુભ પ્રસંગોની શરૂઆત થાય છે.
ગણેશના ગીત ગવાય છે.
- ગણેશ પાટ બેસાડીએ ભલાં નીપજે પકવાન…
- પરથમ ગણેશ બેસાડો રે,મારાં ગણેશ દુંદાળા.
જો કુટુંબી જનો આવી ગયા હોય તો તે જ દિવસે માળાનું મૂરત અને મગનું મૂરત થાય છે.માળાનું મૂરત એટલે કે,કાળો દોરો કન્યા કે વરને મામી બાંધે છે,એ બંનેને વિપરીત અસરોથી,વિઘ્નો દુર કરવા માટે બંધાય છે.
મગનું મૂરત એટલે કે,મગ,શુભ અનાજ ગણાય છે.અને નીરોગી રાખે છે.તેને એક થાળીમાં લઇ સાફ કરવામાં આવે છે.અ એક પ્રતીકાત્મક વિધિ છે.
૧૦. મંડપ મુરત:
ગોર મહારાજ ગણેશ – સ્થાપન બાદ માંડવા નું મૂરત કરે છે.જેમાં માતા-પિતા અને જેના લગ્ન હોય તે કન્યા કે છોકરા ને બેસાડવામાં આવે છે.પૂજા ય્હાયા પછી આંગણામાં કોઈ એક સારા વૃક્ષ પાસે (માણેક-સ્તંભ ) રોપાય છે.અને એનું કંકુ છાંટણા કરી,થોડું પાણી સિંચાય છે.સજન-મહાજન માંડવે આવીને શોભા વધારે છે,અને સ્ત્રીઓ સરસ ગીતો ગાય છે.માંડવામાં સાકરો વહેચાય છે.
એને માટે માણેક સ્તંભ,મીંઢળ,લેવાના હોય છે.બાકી કંકુ,ચોખા,અબીલ,ગુલાલ,હળદર,પ્રસાદ,શ્રીફળ,ફળ,પાન-સોપારી,ફૂલ.વગેરે પૂજાપો તો દરેક વિધિમાં જોઈએ એટલે તે રાખવો.)
પંચામૃત પણ દરેક વિધિમાં જોઈએ છે.માટે તે બનાવવાની રીત અ પ્રમાણે છે:
૧/૨ કપ દૂધ,૧/૨ કપ દહી,બે ચમચા સાકર,એક ચમચો મધ,૧/૪ ચમચી ઘી નું ટીપું પાડવું.આ બધું મિક્સ કરી તેના ઉપર તુલસીનું પાન મુકવું.
આમ તો દરેક પ્રસાદ ઉપર તુલસીનું પાન મુકવાનું હોય છે.
બીજે દિવસે ઘરના આંગણે માંડવો બંધાય છે અને માણેક-સ્તંભ રોપાય છે.માંડવામાં જ ચાંદલો લખવાનો રીવાજ છે.(એટલે કે આવેલ મહેમાનો કવર કે ભેટ વર કે કન્યાને આપે તે.)
માંડવાના ગીતો ગવાય છે.
-નાણાવટી રે સાજન બેઠું માંડવે.
-માંડવ લીલી દાંડીને પીળી થાંભલી.
-ચાક વધાવવો
માંડવો રોપાઈ ગયા બાદ,છોકરીવાળા દીવો લઈને કોરો કંસાર લઈને જાય.
- પહેલાં તો ચાક વધાવવા પણ સ્ત્રીઓ જાતી.ચાક વધાવવો ,એટલે વર નવરાવવા માટે આપણે જે માટીના ઘડા લઈએ તે બનાવનાર કુંભારનો આભાર માનવાની આ એક રીત છે અને તેના ચાકડાને કંકુ-ચોખાથી વધાવવામાં આવે છે.ગામમાં ને ગામમાં આ બધું શક્ય બંને એનો લાગો એટલે લગ્નના જમણ નું પીરસણ આ કુંભારને ઘરે પણ જાય છે.
- તેવું જ પોંખણાનું છે.લાકડાના પોંખણા બનાવનાર સુથારને પણ ઘરે જઈ કોરો કંસાર અને નાળીયેર એ વખતે આપવામાં આવતું.એની પાછળની ભાવના કેટલી ઉદાત્ત છે,કે આશુભ પ્રસંગમાં ઉપયોગી ઓજાર બનાવનારનો આભાર માનવાની એક રીત છે.
૧૧. પીઠી.
મંડપ બાદ વર અને કન્યાને પોતપોતાને ઘરે પીઠી ચડે છે.
આપણે સહુ જાણીએ છીએ કે હળદર એક ઔષધિ છે. તે આપણી ત્વચા માટે ગુણકારક હોય છે. ત્વચા પર હળદર લગાવવાથી સંબંધિત બીમારીઓ દૂર થાય છે. ત્વચાની શુષ્કતા દૂર થાય છે. આ ઉપરાંત ત્વચા ચમકીલી બને છે. હળદર લગાવવાથી ત્વચા સંબંધિત કોઇપણ પ્રકારના ઇન્ફેક્શન દૂર થાય છે. લગ્ન સમયે હળદર લગાવવા પાછળ આ તમામ કારણો જોડાયેલા છે. લગ્નમાં કન્યા અને વરરાજા બંનેના ચહેરા સિવાય પણ શરીરના અનેક હિસ્સાઓમાં હળદર લગાવવાથી તેની વ્યવસ્થિત રીતે સફાઇ થાય છે અને સમગ્ર શરીર કાંતિવાન બને છે, ત્વચા સંબંધિત રોગોમાં રાહ,ત મળે છે.
પીઠી બનાવવાની રીત: ચંદનના લાકડાને ઓરસિયા પર ઘસતા જવું,સાથે સાથે ગુલાબજળ અને થોડી થોડી હળદર ઉમેરતા જવું અને લસોટતા જવું.પેસ્ટ જેવું થાય એટલે કટોરામાં લઇ લેવું.એમાં થોડું તલનું તેલ અથવા ઓલીવ ઓઈલ ઉમેરી મિક્સ કરવુ,હવે તો બધાં “વિકો ટર્મરિક”જે તૈયાર ટ્યુબ મળે છે તેનો જ ઉપયોગ કરે છે.
સૌ પહેલાં પીઠી મા લગાડે છે,પછી મામી,ભાભી,કાકી,માસી,ફઈ બધાં શુકન કરે છે.
૧૨. મોસાળું:
કન્યા પીઠી ચડાવી બાજોઠ પર બેસે છે.અને આ બાજુ કન્યાનું મોસાળ ધામધૂમ થી ઢોલ શરણાઈ સાથે સગા વહાલાં સાથે મોસાળું લઈને આવે છે.મોસાળું કન્યાની માએ કંકુ-છાંટણાં અને ચોખાથી પહેલાં વધાવવું.
સામ-સામે બાજોઠ પર બેસી કન્યાને પાનેતર,ચપ્પલ,એક દાગીનો,મીઠાઈ આપે છે.કન્યાના મા-બાપને ,તેમ જ તેના અન્ય નજીક ના સગાઓને પણ કન્યાના મામા-મામી ભેટ ધરે છે.તેઓ જે છાબ મા મોસાળાની સામગ્રી લઇ આવ્યા તે છાબ ખાલી ન મોકલાય એટલે તેમાં મામા,મામી તેમ જ એમના બાળકોને કપડા વગેરે અપાય છે.મોસાળાની વિધિ ખૂબ હરખની રીત છે.તેથી મનનો ઉમંગ વધે છે.
મોસાળા માં મામા અને મામીએ આપવાની ચીજો નું લીસ્ટ:
(જો દીકરીનું મોસાળું કરવાનું હોય-એટલે કે દીકરી ના લગ્ન હોય તો..)
- પાનેતર,તેના બ્લાઉઝની સિલાઈના પૈસા,ચણીયો,,ચૂડી,શણગાર,ચંપલ.
- હવે કન્યાના મા-બાપ ને જોડ કપડાં,કન્યાના ભાઈ બહેનોને જોડ કપડાં,કન્યાના દાદા-દાદીને જોડ કપડાં,કન્યાની ફઈને કપડાં.ભાઈ-ભાભી વગેરેને કપડાં.આમ પૂરું મોસાળું ભરવું અને વિધિ પૂર્વક સામ-સામે બેસાડીને માનપૂર્વક ચાંદલા કરીને આપવું.
હવે મામા-મામીએ છાબ ભરીને તેમ જ મન ભરીને મોસાળું કર્યું,તો કન્યા ના મા-બાપે પણ એ છાબ ખાલી ણ મુકાય તેથી તેમાં મામા ના કુટુંબીઓને પણ કપડાં કરવાં.અને તે જ રીતે માન પૂર્વક આપવાં.
૧૩. ગ્રહ-શાંતિ.
આ વિધિ નવ ગ્રહો જે અંતરીક્ષમાં છે તેમની શાંતિ માટે છે.એટલેકે,વર-કન્યાને તમામ ગ્રહો અનુકુળ થઈને રહે તેની પૂજા રૂપે હવન કરવામાં આવે છે.લગ્નવિધિના પહેલા ગ્રહશાંતિની વિધિ છે.આપણા શાસ્ત્રીય કર્મકાંડોમાં “ગ્રહોની શાંતિ માટે આ વિધિ રાખવામાં આવે છે.પણ ગ્રહદશા તો જીવદશાની ભૂમિકા પર છે.પણ અહીં જીવાત્મા આત્મશક્તિ,દ્રઢ સંકલ્પ અને ઉત્કટ પુરુષાર્થ ધ્વારા અત્મદશા અનુભવવા લાગ્યો છે.આથી લગ્નજીવનની શરૂઆત કરતા પહેલા “ગ્રહશાંતિ”નો સંકલ્પ વિધિ જરૂરી છે,કારણ કે ઘરમાં કોઈ પણ કિંમતે શાંતિ પ્રસન્નતા જળવાય તો જ તે ઘર કહેવાય.
આ બધી વિધિ વર અને કન્યા બંને પક્ષમાં થાય છે.
બધી પૂજા વિધિ માટે અને છોકરા કે છોકરીના લગ્ન માટે જોઈતી સામગ્રી:
કંકુ-ચોખા,અબીલ-ગુલાલ-હળદર-ચંદન-સિંદુર -ઘી,શ્રીફળ,કપૂર,દીવા,આરતીની થાળી,પ્રસાદ માટે ફળો,ગોળ,કોપરાની વાટી,ત્રાંબા નો કળશ,આચમની-તરભાણું,બાજોઠ,લાલ અને સફેદ કપડું,ઘઉં-ચોખા,તુલસીનાપાન,પંચામૃત,નાગરવેલ ના પાન-સોપારી,ફૂલ-.ચારમાટીનાઘડા,ચાંદીનુંજનોઈ,પોંખણા,સંપુટ,આરતીનીથાળી,શીરુટાનીથાળી,નાડાછડી,સુતરનો દડો,જવ-કાળા તલ,સૂપડું.
હાર કેટલા જોઈશે?
-સામૈયું કરીએ ત્યારે વેવાઈઓને પહેરાવવાના નાના હાર,અને અન્ય જાનૈયાઓ ઉપર છાંટવા માટે ફૂલોની પાંદડીઓ.
- જાન માંડવે આવે ત્યારે કન્યા દરવાજે આવે ત્યારે વરને પહેરાવે તે મધ્યમ હાર,
- ચોરીમાં સામસામે પહેરાવવા માટે બે મોટા હાર.
જાન આવે,સામૈયું થઈ જાય,ચા- નાસ્તો પતી જાય પછી જ્યારે કન્યા પક્ષવાળા વર નવરાવવા જાય ત્યારે ચાર નોણીયા( માટીના નાના ઘડા) અને ચાંદીનું જનોઈ અને સુટ-બુટ લઈને જવાનું હોય છે.
તેમાંથી ત્રણ નોણીયા છોકરાવાળા રાખે અને એક નોણીયો છોકરીવાળા લઈ લે.
એ ચોથા નોણીયા મા સિક્કો નાખી એ ઘડા ઉપર સાડી મૂકી વર-પક્ષવાળા કન્યાને પાછો આપે.
હવે છોકરાના લગ્ન હોય તો વહુનું જોણું તૈયાર કરવું,અને તે માટે:
-જોણામાં સાત સાડીઓ હોય છે,જેના પેકેટ પર જુદા જુદા નામ લખવાના હોય છે તે આ પ્રમાણે છે:
-સાત સાડીઓ – જેમાં દરેક સાડીને પેક કરી તેના ઉપર જુદા જુદા નામ લખાય છે.
-જેમાં મુખ્ય:
૧.જોણાની ચૂંદડી,
૨.દસવાલું_એટલે રિસેપ્શનમાં પહેરવાની સાડી જેને સેલું પણ કહે છે.
૩.હોળી મા અપાતું ફાગણીયું જે પીળાં અથવા કેસરી રંગનું હોય.
૪.દિવાળી ના તહેવાર નિમિત્તે અપાય.
૫.સાકર-કંકુ . એટલે શુકન ની સાડી.
૬.વડ-સાવિત્રી. આ સાડી લગ્ન બાદના વ્રતોમાં પહેરવા માટે.
૭.ઘાઘરી -થાપડી. આ સાડી વહુને લગ્ન પહેલા ગોળ પાપડીની થાળી સાથે આપવાની હોય છે.
આમ એક છાબમાં સાત સાડી ગોઠવીને આપવી.
બીજી છાબમાં દાગીના નું બોક્ષ્ મુકવું.જેમાં બંગડી,હાર,બુટ્ટી,વીંટી,મંગલસુત્ર,સાંકળા વગેરે ગોઠવવા.
ત્રીજી છાબમાં -શણગારનોસામાન,જેમાંચાંદલા,કાજળ,લીપ્સ્ટીક,પરફ્યુમ,રૂમાલ,બંગડીઓ,હાર-ગજરા,વગેરે ઉપરાંત સુકોમેવો,સાકર-કંકુનો પડો,કાળો દોરો વગેરે સજાવવું.
- વર-પક્ષવાળા પહેલાં કન્યાને જોણું દેવા આવે છે.ત્યારે બધી જોણાની છાબ ને ફૂલ,કંકુ અને ચોખાથી વધાવવાની હોય છે.
-ત્યાર બાદ કન્યાને બેસાડી જોણું અપાય છે.અને કન્યાના કોઈ જવાબદાર વડીલ એ જોણું નોંધી,એક લીસ્ટ તૈયાર કરે છે.પણ હવે આ બધાનો સમય નથી હોતો એટલે,પહેલેથી જ વર-પક્ષવાળા લીસ્ટ બનાવીને લઈ આવે છે અને કન્યાપક્ષના કોઈ વડીલને આપે છે.
૧૪. લગ્ન જે મુખ્ય વિધિ છે.
નાગરોમાં લગ્ન પ્રસંગે કન્યાને મંગળ સૂચવતી ખાસ પ્રકારની માળા પહેરાવવામાં આવે છે. તે માળામાં ખારેક ટોપરાનો ગોટો, સોપારી, દ્રાક્ષ, જવ અને ખાદીના ટુકડા, આટલી વસ્તુ આવે છે. આ વડોહારડો કન્યાને મોસાળ પક્ષ તરફથી લગ્નના દિવસે સવારમાં ગાગર નવરાવી, સૂરજ સંભળાવી માયરામાં પરણાવવા બેસાડતી વખતે પહેરાવવામાં આવે છે.પરંતુ હવે બ્યુટી – પાર્લરોમાં તૈયાર થવાનું હોય છે,એટલે આ બધું શક્ય નથી બનતું.
- કન્યાના લગ્ન માટે ચોરીમાં તૈયાર રાખવાની વસ્તુઓ:
- વર-રાજા માંડવે આવે ત્યારે સામૈયા માટે આરતી,
-સંપુટ,રાખના મુઠીયા(તેને બદલે લીંબુ લઈ શકાય)
વરઘોડો: ઇન્દ્રિયોના ઘોડાને કાબુમાં રાખવા માટેનું આ પહેલું પગથીયું છે.
-પોંખણા: ધુંસર,મુસળ,ચકલી,રવાઈ,ત્રાક,ઝરોર(ચાળણી)
-અંતર પટ,બજોઠ,
જાન વાજતે-ગાજતે કન્યાને માંડવે આવે છે ત્યારે કન્યાની મા ખભે ખેસ રાખી આરતી અને પોંખણા લઈ વર ને પોંખવા આવે છે.તે સૌ પહેલાં એક પછી એક પોંખણા વર ને બતાવે છે.એનો દરેકનો એક ભાવાર્થ છે:
-ધુંસર બતાવીને સમજાવે છે કે,હવે તમે સંસારના ગાડાના બે પૈડા સમાન છો. ધુંસર ઉપાડવા તૈયાર થયાં છો તો બંને એકબીજાના સહકારથી ચલાવજો.
-મુસળ એટલે કે સાંબેલું એ બતાવીને સમજાવે છે કે,તમારા ઘરમાં હમેશા ધાન(અનાજ)ભર્યું રહે જે તમે છડીને ફોતરા ઉડાડી વાપરજો.એટલેકે,સંસારમાં એવા ઘણા સંજોગ આવશે કે જેમાં મૂળ સત્વ લઈ ને છોડા ઉડાડવા પડશે.
-ચકલી બતાવીને કહેવા માગે છે કે,આ ધાન પર ઘણા સ્વાર્થ રૂપી ચકલાઓ ચણવા આવી જશે એનાથી તમારા ધાન નું રક્ષણ પણ કરવાનું છે.
-રવાઈ બતાવતા સમજાવે છે કે,સંસાર રૂપી વલોણાં વલોવી તેમાંથી નવનીત તારવજો.
-ત્રાક બતાવતા કહે છે કે,તમારા જીવનમાં ચોક્ખું અને સફાઈદાર સુતર કાંતજો અને એના તાણાવાણાથી સુમેળ સાધજો.
-ઝરોર(ચાળણી) બતાવતા વળી સમજાવે છે કે,સંસાર નો દીવો સદાય જલતો રહે,પણ આ દીવાને ચાળણીથી ઢાંકી રાખજો જેથી તમને ક્યારેય એની ઝાળ ન લાગે.આમ પોંખણાનો પણ ગુઢાર્થ છે. તે જ રીતે રાખના મુઠીયા નું છે,પણ હવે આ મેળવવું શક્ય નથી કારણકે પહેલાં ચૂલા હતાં તેથી ઘરે ઘરે રાખ બનતી,પણ હવે તે ન મળે તો લીંબુ પણ નજર ઉતારવા માટે લઈ શકાય.
આમ પોંખવા આવનાર સાસુ વરને ચોરીમાં આવતાં પહેલાં સાવધાન કરે છે જેનો જવાબ વર-રાજા સંપુટ તોડીને આપે છે.વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહિં ભાંગીને ભુક્કો કરૂં છું. હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.
- વરને પોંખ્યા બાદ:
-ગોરમહારાજ અંતરપટ (બંનેની આડે પડદો)રાખે છે.અને કન્યા હાર લઈ સામેથી આવે છે અને મન્ત્રોચ્ચાર સાથે હાર પહેરાવે છે અંતરપટ ખસેડાય છે અને વર-રાજા તેમના પગ પાસે મુકેલા સંપુટને તોડી મંડપમાં પધારે છે.
- શિરુટાની થાળી વર-પક્ષની જવાબદાર વ્યક્તિને અપાય છે.આ શિરૂટો એટલે કન્યાને આપવાની સ્ટીલની થાળીમાં પહેલાં સાકરઅથવા પતાસાં રખાતાં જે જાનૈયાઓમાં વહેચાતા,હવે સમયના અભાવે ખાંડનું પેકેટ રખાય છે.
-ત્યારબાદ સાસુ રિસામણે જાય છે -આ વિધિ બંને વેવાણો વચ્ચે પ્રેમનો મીઠો સંબંધ બાંધતી વિધિ છે.સાસુ રિસાયકે હું અંદર નહિ આવું,એટલે વેવાણ કહે કે તમને સાડી આપું અને માની જાઓ અને અંદર પધારો અને સાસુ હસતા હસતા અંદર પ્રવેશે છે.
-હવે વર-રાજા ચોરીમાં બેસે છે.કન્યાના માતા-પિતા પણ કન્યા-દાન દેવા બેસે છે.
-કન્યા પધરાવો સાવધાન બોલાય એટલે કન્યાના મામા તેણે લઈનેચોરીમાં આવે છે અને લગ્ન-વિધિ શરુ થાય છે.
છેડા-છેડીની ગાંઠ: જ્યારે ગોર મહારાજ કહે ત્યારે ,વરની બહેન વર-રાજાના ખેસમાં બાંધેલા સોપારી,ચોખા અને ચાંદીના સિક્કાના છેડાને,કન્યાના પાનેતર ઉપર મુકેલા ખેસ સાથે બાંધે છે.અને આમ તે ભાઈ-ભાભીના પ્રેમ સંબંધને વધુ મજબુત ગાંઠથી બાંધે છે.
-હસ્ત-મેળાપ: વર અને કન્યાના હાથ મેળવી કન્યાદાન કરાય છે.અને તે સમયે ખુશી જાહેર કરવા થાળી વગાડવામાં આવે છે.
- તે સમયે મંગલાષ્ટક ગવાય છે:
મિત્રો,આ મંગલાષ્ટક મેં લખ્યું છે.પણ તે આઠ કડીઓમાં નથી,કારણકે,બહુ લાબું ગાવા જેટલો સમય ચોરીમાં હોતો નથી.બધાના મનમાં તો ઉતાવળ હોય છે ગીત પૂરું કરવાની.અને મન વગર ગાવાનો મતલબ ખરો? એટલે મેં ટુંકુ અને અર્થસભર મંગલાષ્ટક લખ્યું છે.એને અષ્ટક કરતા મંગલ-ગીત કહેવું વધુ યોગ્ય થશે.આ ગીતમાં તમે તમારી દીકરી,દીકરા કે સગાઓના નામ લખશો.મેં એમાં કાલ્પનિક નામ “માનસી” રાખ્યું છે.અને એના માતા-પિતાનું નામ “મીના-મહેશ”રાખ્યા છે.અને “માનસી”ના પતિનું નામ “મોહન”રાખ્યું છે.તમારે જે નામ હોય તે નામ લખવા.
પ્રારંભે સહુ કાર્યમાં જગત આ,જેને સદા પૂજતું,
રીધ્ધી સિદ્ધિ સહીત જે જગતનું,નિત્ય કરે મંગલ.
જેના પૂજન માત્રથી જગતના,કર્યો બને પાવન,
એવા દેવ ગણેશ આ યુગલનું ,કુર્યાત સદા મંગલ.
કન્યા છે કુલદીપીકા ,ગુણવતી,વિદ્યાવતી,શ્રીમતી,
પહેરીને પરિધાન મંગલ રૂડા,આનંદ પામે અતિ,
કંઠે મંગલ-સૂત્ર સુંદર દીપે,મુક્તાફલો ઉજ્જવળ,
પામો હે પ્રિય”માનસી” સુખ ઘણું ,થાજો સહુ મંગલ.
દીકરી તું ખીલ્યું ગુલાબ પમરે,માં-બાપના આંગણે,
વાત્સલ્યો વરસાવતા,હૃદયથી,મીના-મહેશ સાથ જો,
બબ્બે વીરની એક તું છે બહેની,આંખોની તું તારલી,
જોને નાનકડો વીરો હરખતો,બહેનીને જોઈ જોઈને,
ભાઈ,ભાભી,અને રૂપાળા ભૂલકા,મ્હાલે,મંગલ માંડવે,
ભાભલડીની શીખ “માનસી”તને,કે સાસરિયું દિપાવજે,
સુખના સુરજ સામટા ઝળહળે,”મોહન” તણા સાથમાં,
સાસુ કૌશલ્યા સમાં,શ્વસુર તો દશરથ સમા દીસતા,
આજે નુતન આશ્રમે (ગૃહસ્થાશ્રમ) ચરણ આ,ચાલે નવા માર્ગ જો,
વહેતી આંખ છતાં ઉમંગ ઉછળે,સહુના હૃદયમાં ઘણો,
અગ્નિ,દેવ-દેવી અને પિતૃ સહુ,આશિષ દે છે રૂડી,
સંસારે સૌરભ સદા પ્રસરજો ,મંગલ થાજો યુંગ્મનું,
કુર્યાત સદા મંગલ.
કંસાર ખવડાવવો:આની પાછળ બંનેના સાયુજ્ય અને પ્રેમની ભાવના છે.કન્યાની મા હસ્તમેળાપ પછી ખૂબ રાજી થઇ,માથે મોડ બાંધી,થાળીમાં કંસાર લાવે છે.આજે કોઈને ન ભાવતુ હોય તો પેંડા કે કોઈ અન્ય મીઠાઈ પણ મૂકી શકાય.હેતુ ઐક્યની ભાવનાનો છે.બંને એકબીજાને ચાર ચાર કોળિયા ખવડાવે છે.
-મંગળ ફેરા:
લગ્નના ચાર ફેરા એ પુરૂષાર્થના ફેરા છે: ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ?
તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ:
(૧) ધર્મના માર્ગ ઉપર જ ચાલવું.
(૨) પોતાનો સંસાર સુખ અને સંતોષથી ચાલે એટલું ધન કમાવું.
(૩)અને લગ્ન જીવન ના સંયમ પૂર્વકના હક્ક.આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે.કારણકે,સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે.અને વંશ-વૃદ્ધિ માટે હમેશા સ્ત્રી પાછળ રહે છે.
(૪)ચોથો ફેરો મોક્ષનો હોય છે જે પોતાની મરજી પ્રમાણે મળતો નથી.એ તો પોતાને ભાગે આવેલી ફરજોના ભાગ રૂપે જ મળે છે.સેવા અને પરિવાર તરફના પ્રેમ અને એકતા દ્વારા જ મળે છે. અને એમાં સ્ત્રી આગળ હોય છે કારણકે,સહનશીલતા-સદાચાર-શીલ-સેવા અને પ્રેમ એ મુખ્યત્વે સ્ત્રીના ગુણ છે.એટલે મોક્ષના માર્ગ પર એ પુરુષ કરતાં આગળ હોય છે.
-પહેલાં મંગળ ફેરામાં કંકુના દાન દેવાય છે.(સોહાગ નું પ્રતિક)
-બીજા મંગળ ફેરામાં ચાંદીના દાન દેવાય છે.(શુદ્ધતાનું પ્રતિક)
-ત્રીજા મંગળફેરામાં સોનાના દાન દેવાય છે.(સમૃદ્ધિનું પ્રતિક)
-ચોથા ફેરામાં કન્યાનું દાન દેવાય છે.(જે સર્વ દાનોમાં શ્રેષ્ઠ ગણાયું છે)
ત્યારબાદ સપ્તપદી:
સપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર કે પશ્ચિમ દિશામાં ડાંગર કે ચોખાની સાત ઢગલી કરી તેનું પૂજન કરવામાં આવે છે.અને વર-વધુને ઉત્તર દિશા તરફ સાત ડગલાં મંડાવે છે અને એક એક પગલે એક એક વચન લેવડાવે છે.
- इष एकपदी भव ।
(તું પહેલું પગલું અન્ન- એટલે કે ઐશ્વર્ય માટે ભર.)
બીજું પદ- उर्झे द्विपदी भव । (તું બીજું પગલું શક્તિ વધે તે માટે ભર)
ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदी भव । (તું ત્રીજું પગલું સંપત્તિને માટે
ભર)
ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव । (તું ચોથું પગલું સુખચેનને માટે ભર)
પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव । (તું પાંચમું પગલું પશુઓના કલ્યાણ માટે ભર.(દૂધ-ઘી-દહી ની ક્યારેય તમને અછત ન નડે)
-છઠું તમામ ઋતુઓ માટે,(એટલેકે કુદરતની જેમ જીવન ની પણ ચડ-ઉતરની ઋતુ હોય છે એ બધી મોસમ મા બંને સમશીતોષ્ણ રહે તે માટે)
સાતમું પદ- सखा सप्तपदी भव । ( સાતમું પગલું ભરીને તું મારી મિત્ર થા પતિ અને પત્ની હક્કો અને ફરજોના ગુંચવાડામાં ન પડતા મિત્ર બનીને રહે તો સંસાર વધુ સરી રીતે ચાલે છે.)
-ત્યાર બાદ સિંદુર અને મંગળ-સૂત્રનો વિધિ કરવામાં આવે છે.
-હવે વર-કન્યા પરણી ઉતર્યાં એટલે બન્ને પક્ષના વડીલોને પગે લગાડવાના હોય છે.ત્
ગૌતમભાઈ મીઠાભાઈ સુરતી ....શાંતિ...શાંતિ. ...
વધુ વાંચો
સ્વં.ગૌતમભાઈ મીઠાભાઈ સુરતી (ઘર નંબર ૧૨, સુર્ય દર્શન સોસાયટી, ધનુષધારી મહાદેવ મંદિર સામે ,જહાંગીરપુરા ) જેઓનું આજ રોજ તા. ૨૯-૦૩-૨૦૨૫ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. જેઓની અંતિમયાત્રા રાત્રીના ૦૮:૦૦ કલાકે જહાંગીરપૂરા સ્મશાનભૂમિ ખાતે નીકળશે.
ટીમલા ખલાસી પંચના તમામ ભાઈઓ બહેનોને જણાવવાનું કે લગ્ન પ્રસંગ માટે જરૂરી વાસણ લેવા માટે પંચના મકાન પર આવી આમંત્રણ પત્રિકા સાથે નામ નોંધાઈ જવું ફરજિયાત છે નામ નહિ નોંધાવનાર ને વાસણ આપવામાં આવશે નહિ જેની નોંધ લેવી પાછળ થી કોઈ તકરાર કરવી નહિ.
લગ્ન કે મરણ પ્રસંગ માટે જરૂરી વાસણ કે અન્ય ચીજ વસ્તુઓ માટે નીચેના સમય મુજબ પંચ પર આવવાનું રહેશે.
સમય - સાંજે ૫:૦૦ થી ૬:૩૦
આ સમય ગાળા દરમિયાન જ વાસણ લેવા કે આપવા માટે આવવું પડશે.
વાસણ બરાબર જોઈ લઈ જવા પાછળ થી કોઈ વાસણ બદલી આપવામાં કે બીજા વાસણ આપવામાં આવશે નહિ.
લગ્ન પ્રસગ, મરણ પ્રસગ,કે અન્ય પ્રસંગ માટે જરૂરી વાસણ કે અન્ય ચીજ વસ્તુઓ માટે પ્રિયવદન ભાઈ ( છના કાકા ) નો સંપર્ક કરવાનો રહેશે ( મોબાઈલ - ૮૩૪૭૪ ૯૯૬૫૨ ) તથા તેમની પરવાનગી વગર પંચના મકાન ની ચાવી લઇ જવી નહિ.
મુંબઇ સાવર્જનિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ ની અમલવારી પહેલાના જુદા જુદા ધર્મ મુજબ ટ્રસ્ટ અધિનિયમો અમલમાં હતા તે વખતના પ્રવર્તમાન અધિનિયમોનો અભ્યાસ કરી ટ્રસ્ટો ના અધિનિયમમાં વહીવટી સબંધે ખામીઓ દૂર કરવા અને તે બાબતે યોગ્ય પગલાઓ ભરવા અને ટ્રસ્ટના ટ્રસ્ટી ઓ પર જરૂરી નિયંત્રણ રાખવા તેમજ તે ટ્રસ્ટો ની મિલકતોની સમાજના હિતાર્થે ઉપયોગ થાય તે માટે જસ્ટીસશ્રી તેન્દુલકર સાહેબના અધ્યક્ષપણા હેઠળ એક કમીટીની રચના કરવામાં આવી અને તેવી કમીટીના રીપોર્ટના આધારે તે સમયે અમલમાં હતા તેવા જુદા જુદા અધિનિયમો તારીખ ૨૧ જાન્યુઆરી-૧૯૫ર થી રદ કરી સમગ્ર સમાજના લાભાર્થે સમગ્ર સમાજના હિતમાં છે તે અર્થમાં મંદિર, મઠના મહંતો, પુજારીઓ, આચાર્યો, અને ભટૃજીઓની વહીવટી ગેરરીતીઓ રોકવા માટે તેમજ જાહેર અને ધર્માદા ટ્રસ્ટો ની અને તેની વહીવટી ગેરરીતીઓ રોકવા માટે તેમજ જાહેર અને ધર્માદા ટ્રસ્ટો ની અને તેની મિલકતોનો વહીવટ યોગ્ય રીતે થાય અને ટ્રસ્ટી ઓ ટ્રસ્ટની આવકનો યથાયોગ્ય હિસાબો નિભાવે તેમજ ટ્રસ્ટની મિલકતનો ગેરવહીવટ ન થાય અને જરૂર પડે યોગ્ય ખુલાસાઓ કરી શકે તે બાબતે આવા અધિનિયમની જરૂરીયાત જણાતા અને તેવા શુભ આશયથી ધાર્મીક-ધર્માદાની મિલકતોનો ટ્રસ્ટી ઓ/વહીવટદારો દ્વારા ટ્રસ્ટની આવક અને મિલકતનો યોગ્ય વહીવટ કરે અને હિસાબો નિભાવે અને જરૂર પડે તેવી બાબતોએ સમાજ/હિતાર્થીઓને જરૂરી ખુલાસાઓ કરી શકે તે માટે મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ નો કાયદો ઘડવામાં આવ્યો/અમલી બન્યો.
જાહેર તંત્રનું મિશન/ઉદેશપણું/વિઝન.
મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ નો અમલ બૃહદ (સમગ્ર) મુંબઇ રાજયમાં ૨૧ મી જાન્યુઆરી, ૧૯૫૧ થી અમલી બનાવવામાં આવ્યો અને ગુજરાતમાં તેનો અમલ તા.૨૧/૧/૧૯૫૨ થી અમલમાં આવ્યો.
બૃહદ મુંબઇ રાજયમાંથી તા.૧/૫/૧૯૬૦ ના રોજ નવા બે રાજયો ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ અલગ અસ્તિત્વમાં આવ્યા. ગુજરાત રાજયનું અલગ અસ્તિત્વ બનતા મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ નો અમલ ગુજરાત રાજયમાં તા.૧/૭/૧૯૬૧ થી લાગુ પાડવામાં આવ્યો છે અને બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટની કલમ-૪ર અન્વયે ચેરિટી કમિશનર તે કોર્પોરેશન સોલ છે.
મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ અમલમાં લાવવાનો ઉદેશ જાહેર ધાર્મીક-ધર્માદા અને સખાવતી ટ્રસ્ટો ને લાગુ પડે છે. આવા ટ્રસ્ટનો વહીવટ સારી રીતે થાય, અને વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી તેવા ટ્રસ્ટો ની મિલકતો સમાજના હિતમાં ઉપયોગમા થાય તેના વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે અને તેવા વહીવટદારો પાસેથી હિતભાગીઓ યોગ્ય ખુલાસાઓ મેળવી શકે તેવા ટ્રસ્ટો ના પારદર્શક વહીવટ માટે કાયદો બનાવવાનો હેતુ છે.
જાહેરતંત્રની ફરજો.
મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ એકટ-૧૯૫૦ ની કરવામાં આવેલ જોગવાઇઓ અન્વયે ધાર્મીક, ધર્માદા કે સખાવતી હેતુઓ (ગરીબી અથવા દુઃખ નિવારણ), શિક્ષણ તથા તબીબી મદદ અને સામાન્ય રીતે સમગ્ર સમાજ ઉપયોગી બીજા હેતુઓ આગળ ચલાવવા જેવી પ્રવૃતિઓ માટે આવતા હેતુઓવાળી સંસ્થાઓની નોંઘણી કરવી તેવી સંસ્થાના ટ્રસ્ટીઓ/વહીવટદારો જે તે સંસ્થાની પ્રવૃતિઓ યોગ્ય કરે છે કે કેમ? તે પ્રવૃતિઓ સબંધે થતી આવક ખર્ચના હિસાબો નિયમિત નિભાવી ઓડીટ કરાવે છે કે કેમ? તે પ્રવૃતિઓ સબંધે થતી આવક ખર્ચના હિસાબો નિયમિત નિભાવી ઓડીટ કરાવે છે કે કેમ? તે બાબતે તેવા ટ્રસ્ટો ની મિલકતની જાળવણી યોગ્ય રીતે થાય છે કે કેમ? તેમજ તેવા ટ્રસ્ટો ઉપર નિયમન અને નિયંત્રણ રાખવા અને ટ્રસ્ટો ના વહીવટ સબંધે ઉપસ્થિત થતી બાબતોએ ખુલાસાઓ મેળવવા તથા તે બાબતે અધિનિયમમાં કરવામાં આવેલ જોગવાઇઓનો અમલ કરાવવાની કામગીરી.
અધિનિયમની કલમ-૧૮-૧૯ અન્વયે સાર્વજનિક ટ્રસ્ટની નોંઘણી માટે આવતી અરજીઓ સ્વીકારી અને અધિનિયમની જોગવાઇઓમાંથી ઠરાવેલ વિગતો મુજબ પરિપુર્ણતા થયેથી નોંઘણીનો દાખલો આપવો.
અધિનિયમની કલમ-રર તથા રર-એ અન્વયે સંસ્થાના નોંઘણી કચેરીમાં થયેલ પી.ટી.આર.ની નોંઘણી કોઇપણ નોંઘમાં થયેલ ફેરફાર સબંધે ફેરફાર રીપોર્ટ રજુ કરવા તેનો યોગ્ય નિકાલ કરી નોંઘ કરવી.
અધિનિયમની કલમ-૩ર અન્વયે દરેક સાર્વજનિક ટ્રસ્ટો , હિસાબો નિભાવવા કલમ-૩૩ અન્વયે દર વર્ષે તેનું સરવૈયું/હિસાબ તૈયાર કરવા તેવા હિસાબો ઓડીટર સમક્ષ ઓડીટ કરાવી કલમ-૩૪ મુજબ જે તે નોંઘણી કચેરીમાં રજુ કરાવવા.
અધિનિયમની કલમ-૩૫ અન્વયે સાર્વજનિક ટ્રસ્ટો ના ફાજલ નાણાંના રોકાણની પરવાનગી આપવી.
અધિનિયમની કલમ-૩૬ અન્વયે સાર્વજનિક ટ્રસ્ટની સ્થાવર મિલકતનું વેચાણ, તબદીલી, વિનિમય, બક્ષિશ તથા ખેતીની જમીન માટે દસ વર્ષથી વધુ સમય માટે તથા બિનખેતીની જમીન બાબત ત્રણ વર્ષથી વધુ સમય માટે ભાડાપટે આપવા પરવાનગી આપવાની જોગવાઇ.
કલમ-૩૭ અન્વયે સાર્વજનિક ટ્રસ્ટની મિલકતમાં દાખલ થવું ટ્રસ્ટી ના નિયંત્રણમાં હોય તેવા ચોપડા, ટ્રસ્ટની કાર્યવાહીની નોંઘના કોઇ ઉતારા વગેરે માંગવાની સત્તા તથા તપાસ કરવાની સત્તા .
કલમ-૩૮ અન્વયે મળેલ ખુલાસા મુજબ ટ્રસ્ટીઓ/બીજી કોઇ વ્યકિતએ ભારે બેદરકારી, વિશ્વાસભંગ, મિલકતનો, નાણાંનો ગેરઉપયોગ કરતાં સંસ્થાને થયેલ નુકશાન અંગેની નોંઘ સહીત ચેરિટી કમિશનરશ્રી/ સંયુકત ચેરિટી કમિશનરશ્રીને અહેવાલ કરવા.
કલમ-૩૯ ના મળેલ અહેવાલ અન્વયે કલમ-૪૦ મુજબ ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રીએ સંસ્થાને થયેલ નુકશાન બાબતે જવાબદારી નકકી કરવી અને નુકશાનની રકમ નકકી કરવી.
કલમ-૪૧ અન્વયે જવાબદાર વ્યકિતઓ પાસેથી થયેલ ટ્રસ્ટને નુકશાનની રકમ વસુલ કરવા/જમા કરાવવા સરચાર્જ અંગે હુકમ કરવો.
કલમ-૪૧-એ અન્વયે ટ્રસ્ટ અથવા ટ્રસ્ટી ઓ કે તેની સાથે સંકળાયેલ વ્યકિતને ડાયરેકશન/સુચનાઓ આપવી.
કલમ-૫૦ અન્વયે હકુમત ધરાવતી કોર્ટમાં દાવો દાખલ કરવા.
કલમ-૫૦(અ) અન્વયે ટ્રસ્ટના સુયોગ્ય વહીવટ બાબતે સ્કીમ/યોજના ઘડવા.
કલમ-૫૦(અ)(૧) અન્વયે એકથી વધુ ટ્રસ્ટો નું એકત્રીકરણ કરવા.
કલમ-૫૦(અ)(ર) અન્વયે થયેલ યોજના/સ્કીમ સુધારાઓ કરવા તથા સ્કીમ પરચૂરણ અરજીઓ અંગે.
કલમ-૫૧ અન્વયે હિતાધિકારીઓ દ્વારા ટ્રસ્ટી ઓ સામે હકુમત ધરાવતી કોર્ટમાં દાવો દાખલ કરવા અંગે જરૂરી પરવાનગી આપવી.
કલમ-૫૪ ધર્માદા લાગાની કામગીરી.
કલમ-પપ અન્વયે ટ્રસ્ટની આવકમ અથવા વધારાની ફાજલ/પુરાંતનો ટ્રસ્ટના રચાયેલા હેતુ મુજબ ઉપયોગ અંશતઃ કે પુર્ણતઃ ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તેવા સમયે અન્ય સખાવતી ધાર્મીક હેતુમાં તેવી પુરાંત-રકમમાં ઉપયોગ કરવાં હકુમત ધરાવતી કોર્ટમાં જવા માટે ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રીની પરવાનગી મેળવવા અંગેની પરવાનગી આપવા.
નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રીના કલમ-૧૮, ૧૯ તથા રર, રર-એ, ૨૮ અન્વયેના ચુકાદાઓ તથા કલમ-પ૪ ના ચુકાદાઓ સામે ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રી સમક્ષ કલમ-૭૦ અન્વયે અપીલ દાખલ કરવા.
નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રીના કલમ-૧૮, ૧૯ તથા રર, રર-એ, ૨૮ અન્વયેના ચુકાદાઓ તથા કલમ-પ૪ ના ચુકાદાઓ સામે ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રી સમક્ષ કલમ-૭૦(અ) અન્વયે રીવીઝન અરજીઓ દાખલ કરવા.
કલમ-૩૩(૪)(એ) અન્વયે ટ્રસ્ટનું ખાસ ઓડીટ અંગેનો હુકમ કરવાની સત્તા .
અધિનિયમની કલમોના ભંગ બદલ શિક્ષાપાત્ર ગુન્હા માટે નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રીના કલમ-૮૩ ના અહેવાલ અન્વયે ફોજદારી ફરીયાદ દાખલ કરવાની પરવાનગી ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રી દ્વારા આપવાની સત્તા .
મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ (ગુજરાત) રૂલ્સ-૧૯૬૧ અન્વયે નિયમ-૩૬(૧) અન્વયે નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રી સમક્ષની કાર્યવાહીના રેકર્ડ પ્રોસીડીંગ્સ મંગાવવા ૩૬(ર) (૩) નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રી સમક્ષની ચાલતી કાર્યવાહીને ગમે તે તબકકે અટકાવવા તથા તબદીલ કરવાની સત્તા .
નિયમ-૩૬(૪) અન્વયે ટ્રસ્ટ એક નોંઘણી કચેરીઓમાંથી બીજી નોંઘણી કચેરીમાં ટ્રાન્સફર કરવાની સત્તા .
બોમ્બે પબ્લીક ટ્રસ્ટ રૂલ્સ-૩૩(૪) અન્વયે ફાળાની આકારણ સામે થયેલ વાંધા અરજીઓની અપીલોનો નિકાલ કરવા તથા કલમ-૩૬(૬) અન્વયે સ્વયંપ્રેરીત રાહે ફાળા આકારણી અંગે રીવીઝનની કાર્યવાહી કરવા.
કલમ-૪૭ અન્વયે ટ્રસ્ટી ની/નિમણૂક અંગે કોર્ટને અરજી કરવાની સત્તા
શ્રી ખલાસી ટીમલા પંચ રાંદેર ની સ્થાવર મિલકત સર્વે નંબર ૧૧અને૧૨( ખેતી લાયક ) સ્થળ જહાંગીરાબાદ જે સુરત ડિસ્ટ્રીકકોર્ટ ખાતે અને મહેસુલ વિભાગ દ્રારા શ્રી ખલાસી ટીમલા પંચ ટ્રસ્ટ ની છે જે સાબિતવાર થયેલ છે. જેને લઈ સામા પક્ષકારોઓ (મનહર જેરામ સેલર,દલસુખ જેરામ સેલર,ભિખીબેન જેરામ સેલર,જશુબેન જેરામ સેલર) ગુજરાત હાઈકોર્ટ મા અપીલ કરી સ્ટે મુકાવેલ છે. જેની હાલ સ્થિતી ગુજરાત હાઈકોર્ટ ખાતે સ્થગીત રાખવામા આવેલ છે. જેની વિગત નીચે મુજબ સામેલ છે.
( Filing(Stamp) Number : SCA/2201/2018 )CNR No : GJHC240077452018
શ્રી ખલાસી ટીમલા પંચ ની સ્થાવાર મિલકત 'ધર્મશાળા' જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભુમી ખાતે આવેલ છે. જે અંગ્રેજો ના સાલ થી ચાલી આવેલ 'ધર્મશાળા' છે. સ્ ને ૧૯૫૩ ના રોજે આ 'ધર્મશાળા' ચેરીટી કમીશનર વિભાગના દફ્તરે પી.ટી.આર.-૧ રજીસ્ટરની નોંધ પાડવામા આવેલ છે. આ શ્રી ખલાસી ટીમલા પંચ ની સ્થાવાર મિલકત 'ધર્મશાળા' કુરુક્ષેત્ર સ્મશાન ભુમી ના ટ્રસ્ટ દ્રારા તોડી પાડેલ છે.જેનુ નુકશાની અંદાજીત ખર્ચ ૧૦ થી ૧૫ લાખ નુ કરેલ છે. જેને લઈ ખલાસી ટીમલા પંચ વારંવાર પત્ર દ્રારા નોટીસ મોકલવામા આવી છે. કુરુક્ષેત્ર સ્મશાન ભુમી ના ટ્રસ્ટ દ્રારા કોઈપણ પ્રકાર નુ ધ્યાન આપવામા આવ્યુ નથી. તેમજ શ્રી ખલાસી ટીમલા પંચ ના ટ્રસ્ટીઓએ રુબરૂ મુલાકાત કરેલ હતી જ્યાં કુરુક્ષેત્ર સ્માશાન ભુમીના પ્રમુખશ્રી કમલેશભાઈ ઠા. સેલર જેઓએ કહ્યુ કે “હા મેં તોડી પાડી” જેવા ધમકીભર્યા શબ્દો નો ઉલ્લેખ કરેલ છે. જેને લઈ શ્રી ખલાસી ટીમલા પંચ રાંદેર ટ્રસ્ટ દ્રારા કુરુક્ષેત્ર સ્મશાન ભુમીના દરેક ટ્રસ્ટીઓ ને પત્ર લખલે હતો કે તેઓ આ બાબતે શ્રી ખાલાસી ટીમલા પંચ પર મીટીગ કરવા માગે છે. પણ તેઓએ મિંટીગ મા હાજર ન રહ્યા હતા બદલમા તેઓ તરફ થી પત્ર આપવા મા આવ્યો છે.
સામેલ ખલાસી ટીમલા પંચ દ્રારા આપવામા આવેલ પત્ર અને તેને અનુસંધાન કુરુક્ષેત્ર સ્મશાન ભુમી ટ્રસ્ટ દ્રારા આવેલ પત્ર નીચે મુજબ ડાઉનલોડ કરી તમામ ભાઈ બહેનો વાંચી શકે છે
આથી ટીમલા ખલાસી પંચ ના જમીન ધારકો ને જણાવાવ નુ કે પ્લોટ પર સુરત મહાનગર પાલિકા ની પ્રાથમિક સુવિધા માટે ગટર વ્વસ્થા (ડ્રેનેજ) માટે ની કામગીરી લેવાની જરૂરી બને છે તેને લઈ સુ. માં. ન. માં રજી. લાઈસન્સ પ્લમ્બર ની નિમણુંક કરવા બાબતે યોગ્ય બને તે રીતે ભાવ પત્રક માંગવવા માં આવે છે
પ્રમુખશ્રી ટી. ખા. પ.- સુવર્ણ નગરી .
વિષય: પ્લોટ અંગેનો દસ્તાવેજ કરવા બાબતે છેલ્લી નોટીસ
સવિનય જણાવવાનું કે મોજે જહાંગીરપુરા રેવન્યુ સર્વે નંબર ૮૩/૪, ૧૦૬/અ બ્લોક નંબર ૧૩૬ ટીમલા ખલાસી પંચ રાંદેર, ટ્રસ્ટ નોંધણી નંબર એ/૬૬૧ સુરત ખાતેની બિનખેતીની મિલ્કતનું
પ્લોટનું ચેરીટી કમીશનર સાહેબશ્રી ના હુકમ ના અનુસંધાન વેચાણ દસ્તાવેજની કાર્યવાહીમોડા મા મોડી જા.નં. ૭તા. ૦૨/૦૧/૨૦૨૩ મુજબ વિશિષ્ટ સંજોગોમાં કલમ ૩૬ મુજબ તા. ૩૧/૧૨/૨૦૨૪ સુધી લંબાવી આપવામાં આવી હતી.
વિશેષમાં જણાવવાનું કે સદરહુ વિષય સંદર્ભે પ્લોટ અંગેની મિટીંગમાં વખતો વખત આ ઉપર મુજબનું જણાવવામાં આવ્યુ છે. જે પ્લોટ હોલ્ડરો નો દસ્તાવેજ બાકી છે તેમણે તા.૩૧/૧૧/૨૦૨૪સુધીમાં ખલાસી ટીમલા પંચ પર આવી તેમના જરૂરી દસ્તાવેજો અને દસ્તાવેજની રકમ જમા કરાવી જવી. આ માટે દરેક પ્લોટ હોલ્ડરે શ્રી પ્રિયવદનભાઈ સેલર અને શ્રી વસંતલાલ સેલરનો સંપર્ક કરવો. ત્યારબાદ કોઈનો પણ દસ્તાવેજ ન થાય અથવા રહી જાય તો તેના માટે શ્રી ખલાસી ટીમલા પંચ જવાબદાર રહેશે નહી. આ માટે તમને આ છેલ્લી નોટીસ / માહિતી આપવામાં આવે છે.
જો આપને દસ્તાવેજ ન બનાવવા હોય/આપને પ્લોટ ની જરૂરિયાત નથી જેવ અન્ય કારણ માટે સંપુર્ણ પણે જવાબદારી આપશ્રીની રહેશે. જેના તમે બંધનકર્તા રહેશો જેની નોંધ લેશો.
દસ્તાવેજ બાકી રહેલ પ્લોટ નંબર :
૭૦,૫૧,૬૫,૧૪૨,૧૮૨,૧૭૪,૧૭૮,૧૭૯,૧૬૪,૧૬૧,૧૫૩,૧૪૦,૧૨૭,૧૫૦,૧૫૫,
૧૫૨,૧૪૭,૧૧૯,૧૩૪,૧૧૬,૧૧૨,૧૧૧,૧૧૦,૧૦૮,૧૦૬,૧૦૫,૧૦૪,૯૬,,૯૨,૯૪,
૮૫,૮૩,૬૩,૫૫,૩૭,૩૦,૩૨,૨૯,૨૮,૨૭,૨૫,૨૩,૨૦, ૧૧,૦૫,૦૯,૬૯,૫૯,૪૩
================================================
ઘર બાંધકામ પ્રક્રિયા - તમારી પગલું દ્વારા પગલું માર્ગદર્શિકા
ઘર બાંધવું એ માત્ર એક જ વાર જીવનભરનો પ્રસંગ નથી પણ તેમાં નોંધપાત્ર ખર્ચ પણ સામેલ છે. તેથી, તે યોગ્ય રીતે કરવું હિતાવહ છે! દરેક પરિબળને તપાસો જે તમારી ઘરની બાંધકામ પ્રક્રિયાને એક જ વારમાં સંપૂર્ણ બનાવી શકે.
નવા મકાનના નિર્માણની પ્રક્રિયાને સમજવી
ઘર બાંધકામ પ્રક્રિયા: પૂર્વ-નિર્માણ તબક્કો
ઘર બાંધકામ પ્રક્રિયા - બાંધકામ તબક્કો
7. પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ
ઘર બાંધકામ પ્રક્રિયા - બાંધકામ પછી
તમારું ઘર બનાવતી વખતે યાદ રાખવા જેવી 5 બાબતો
ઘર બાંધકામ પ્રક્રિયાના નિષ્કર્ષ
તમારું ઘર બનાવવું એ તમારા જીવનકાળના સૌથી મોટા નિર્ણયોમાંનું એક છે. તમારું ઘર તમારા પાત્ર અને તમારા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. તે તમારું સુરક્ષિત આશ્રયસ્થાન છે. અને તેથી જ એ જાણવું અગત્યનું છે કે તમારા ઘરના નિર્માણની પ્રક્રિયાના દરેક તબક્કામાં શું કરવાનું છે.
તમારા ઘરના બાંધકામની મૂળભૂત બાબતોની સંપૂર્ણ સમજણ એ સફળ પ્રોજેક્ટને સુનિશ્ચિત કરવા માટેનું અગ્રણી પગલું છે. યોગ્ય આયોજન સાથે, તમે સામગ્રીની યોગ્ય ગુણવત્તા નક્કી કરી શકો છો અને કોઈપણ ખર્ચાળ ભૂલોને ટાળી શકો છો.
આજના બ્લોગમાં, અમે ઘરની બાંધકામ પ્રક્રિયાની તબક્કાવાર રૂપરેખા આપીએ છીએ. અહીં, તમે તમારા સપનાના ઘરની યોજના બનાવવા અને સૌથી વધુ અસરકારક રીતે બનાવવા માટે તમારે જે જરૂરી પગલાં લેવાની જરૂર છે તે તમે શોધી શકો છો.
નવા મકાનના નિર્માણની પ્રક્રિયાને સમજવી
અમારું લક્ષ્ય તમને સરળ રીતે બાંધકામની સંપૂર્ણ સમજ આપવાનું છે. તેથી, અમે સમગ્ર પ્રક્રિયાને બે તબક્કામાં વર્ગીકૃત કરી છે:
પૂર્વ બાંધકામ તબક્કો બાંધકામ તબક્કો
ચાલો આ દરેક તબક્કાને નજીકથી જોઈએ.
ઘર બાંધકામ પ્રક્રિયા: પૂર્વ-નિર્માણ તબક્કો
બાંધકામ પહેલાના તબક્કામાં 4 તબક્કાઓ છે - આમાં બિલ્ડિંગ પ્લાન, બજેટ અંદાજ, જમીન સંપાદન અને દસ્તાવેજીકરણનો સમાવેશ થાય છે. અમે આમાંના દરેકને વિગતવાર અન્વેષણ કરીએ છીએ.
1. બિલ્ડિંગ પ્લાન
ઘરના નિર્માણનું આ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. જ્યારે તમે મોટા પાયે પ્રોજેક્ટ શરૂ કરો છો, જેમ કે જમીનથી ઘર બનાવવું, તમારે જગ્યા માટે સંપૂર્ણ યોજનાની જરૂર છે.
ઘર બનાવવાની યોજના તમને વિસ્તારને નાની જગ્યાઓમાં વિભાજીત કરવામાં અને વિવિધ ભાગોની વિશેષતાઓની અપેક્ષા રાખવામાં મદદ કરે છે. તમારી જરૂરિયાતો અને દ્રષ્ટિ સાથે મેળ ખાતી વ્યાપક ઘર યોજના બનાવવા માટે તમારે આર્કિટેક્ટ્સ, સિવિલ એન્જિનિયર્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ જેવા વ્યાવસાયિકોના નિષ્ણાત માર્ગદર્શનની જરૂર પડશે.
એક વ્યાપક આર્કિટેક્ચરલ યોજના વિકસાવવી એ ઘરની બાંધકામ પ્રક્રિયાની શરૂઆતને ચિહ્નિત કરે છે
બિલ્ડીંગ પ્લાન તમને બાંધકામના કામનું નિર્માણ કરતા પહેલા તેની કલ્પના કરવામાં સક્ષમ બનાવે છે. આર્કિટેક્ટ, શહેરી આયોજકો અને સાઇટ સુપરવાઇઝરને બાંધકામ દરમિયાન માર્ગદર્શક તરીકે તેની જરૂર પડે છે. બિલ્ડિંગ પ્લાન લાયકાત ધરાવતા આર્કિટેક્ટ અથવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા પ્રમાણિત હોવું આવશ્યક છે જે સ્થાનિક સત્તાધિકારીના ભૌતિક આયોજન અને વિકાસ વિભાગમાં નોંધાયેલ હોય. યોજનાના ઘણા ઘટકો છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
સાઈટ પ્લાન: આ સીમાઓ, એક્સેસ પોઈન્ટ્સ, નજીકના સ્ટ્રક્ચર્સ અને સર્વિસ કનેક્શન જેમ કે પાણી પુરવઠો, સીવરેજ સિસ્ટમ અને વીજળી વિશેની માહિતી દર્શાવે છે. બાંધકામની મંજૂરી મેળવવા માટે તેણે સ્થાનિક સત્તાવાળાઓના નિયમોનું પાલન કરવું જોઈએ.
ફ્લોર પ્લાન: તે બતાવે છે કે 2D અથવા 3D માં દરવાજા, દિવાલો, બારીઓ અથવા બીમની સ્થિતિ આપીને રૂમ કેવી રીતે ઊભી રીતે ગોઠવવામાં આવે છે.
માળખાકીય યોજના: તે દર્શાવે છે કે કેવી રીતે લોડ બેરિંગ તત્વો માળખામાં મૂકવામાં આવે છે.
ટેરેસ પ્લાન: છતની સપાટીની ઢાળ, ઓવરહેડ પાણીની ટાંકીઓ વગેરે જેવી પીચ સામગ્રી વપરાતી વિગતોનો સમાવેશ કરે છે.
લેન્ડસ્કેપ પ્લાન: લેન્ડસ્કેપ બતાવે છે જેમ કે ફૂલ પથારી, ઉદ્યાનો અને આસપાસના રસ્તાઓ.
એલિવેશન પ્લાન: અંદર અને બહાર બંને દ્રષ્ટિકોણથી માળખાના બાહ્ય આર્કિટેક્ચરને દર્શાવે છે.
2. બજેટ અંદાજ
ઘર બાંધકામ પ્રક્રિયાનું આગલું પગલું બજેટ અંદાજ છે. આપણે જાણીએ છીએ કે ઘર બનાવવું એ એક નોંધપાત્ર રોકાણ છે જેમાં બજેટને અલગ રાખવાનો સમાવેશ થાય છે. તમારી પાસે બિલ્ડિંગ પ્લાન તૈયાર થઈ ગયા પછી, તમે બિલ્ડિંગ એસ્ટીમેટરને વિગતો આપી શકો છો. તે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે જરૂરી સામગ્રી, મશીનરીના પ્રકાર અને શ્રમની કિંમતનો અંદાજ કાઢશે.
આના આધારે, અંદાજકર્તા અંદાજિત બજેટ રકમ પ્રદાન કરશે જેની તમારે બાંધકામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂર પડશે. જો, તે સમયે, તમારી નાણાકીય ક્ષમતા મર્યાદિત હોય, તો તમે નાણાકીય સંસ્થા પાસેથી લોન લઈને આગળ વધી શકો છો. આવી બાબતોની અગાઉથી કાળજી લેવાથી રોકડની તંગીની કોઈ પરિસ્થિતિ ન હોય તેની ખાતરી થશે.
3. જમીન સંપાદન
નવા મકાન નિર્માણની પ્રક્રિયામાં અન્ય મૂળભૂત જરૂરિયાત જમીનનો યોગ્ય ભાગ હસ્તગત કરવાની છે. આ માટે, તમારે ઘરનું કદ, જરૂરી બેડરૂમની સંખ્યા, સ્થાન અને વધુ જેવા ઘણા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે, શહેરની મધ્યમાં નવું ઘર બનાવવું એ બહારના વિસ્તારમાં ઘર બાંધવાની તુલનામાં વધુ ખર્ચાળ સાહસ છે.
4. દસ્તાવેજીકરણ
અપૂરતા દસ્તાવેજો અને માલિકીના પુરાવાના પુરાવાને કારણે દરરોજ ઘણી ઇમારતો તોડી પાડવામાં આવે છે. તેથી, તમે ઘર બનાવવાની પ્રક્રિયા શરૂ કરો તે પહેલાં, ખાતરી કરો કે તમારી પાસે સંબંધિત અધિકારીઓની પરવાનગી છે. તમારા રજીસ્ટ્રેશન દસ્તાવેજો અપ-ટૂ-ડેટ હોવા જોઈએ જેથી પછીથી કોઈપણ કાનૂની મુશ્કેલીઓ ટાળી શકાય.
ખાતરી કરો કે તમે કાનૂની સત્તાવાળાઓ અને ટ્રાન્સફર કરનાર દ્વારા સંપાદિત કરેલી જમીનની ખરીદી દર્શાવતો દસ્તાવેજ મેળવો છો. ઉપરાંત, ખાતરી કરો કે તમારી પાસે તમામ જરૂરી દસ્તાવેજો છે, જેમ કે માળખાકીય અહેવાલો, આર્કિટેક્ચરલ ડ્રોઇંગ્સ, સિવિલ એન્જિનિયર દ્વારા બાંયધરીનું પ્રમાણપત્ર વગેરે.
બાંધકામ પહેલાની જમીનની માલિકીના દસ્તાવેજો:
જમીન શીર્ષક ડીડ
જમીન ઉપયોગ પ્રમાણપત્ર
બોજ પ્રમાણપત્ર
નવીનતમ મિલકત કર રસીદો
રેવન્યુ સ્કેચ અને ખાટા પ્રમાણપત્ર
બાંધકામ મંજૂરી દસ્તાવેજો:
બિલ્ડિંગ પ્લાનની મંજૂરી
માળખાકીય સ્થિરતા પ્રમાણપત્ર
પ્રદુષણ નિયંત્રણ બોર્ડ એન.ઓ.સી
વીજ વિભાગની એન.ઓ.સી
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOCs)
સ્થાનિક મહાનગરપાલિકા એન.ઓ.સી
ફાયર વિભાગ NOC(લાગુ પડ્તુ હોય તો)
પાણી વિભાગની એન.ઓ.સી
બાંધકામ પછીના દસ્તાવેજો અને મંજૂરીઓ
પૂર્ણતા પ્રમાણપત્ર
ભોગવટા પ્રમાણપત્ર
પાણીના જોડાણની મંજૂરી
વીજ જોડાણની મંજૂરી
ગટર જોડાણની મંજૂરી
ઘર બાંધકામ પ્રક્રિયા - બાંધકામ તબક્કો
હવે અમે તમને ઘરના બાંધકામના તબક્કાની પગલું-દર-પગલાની પ્રક્રિયા પર લઈ જઈએ છીએ. આ તબક્કામાં દસ પગલાંઓ છે, અને અમે તેમને તમારા માટે નીચે વિગત આપીએ છીએ.
1. સાઇટ ક્લિયરિંગ
તમે તમારું ઘર અથવા અન્ય કોઈ બિલ્ડિંગ બનાવવા માટે જે જમીન મેળવી છે તેને 'સાઈટ' કહેવાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં, ખાસ કરીને જ્યાં જમીન કેટલાંક વર્ષોથી ત્યજી દેવામાં આવી છે, ત્યાં ઘણા વૃક્ષો, અન્ય અનિચ્છનીય છોડ અને કાટમાળ હોવાની શક્યતા છે. તેથી, ઘર બાંધકામ પ્રક્રિયાના પ્રથમ પગલા તરીકે, તમારે આમાંથી છૂટકારો મેળવવો જોઈએ કારણ કે તેઓ બાંધકામમાં અવરોધ લાવી શકે છે.
તમે કામ પૂર્ણ કરવા માટે બુલડોઝર અથવા લેન્ડ મોવર ચલાવનારાઓ જેવા વ્યાવસાયિકો સાથે સંપર્કમાં રહી શકો છો.
સાઈટ ક્લીયરિંગ એ ઘરના બાંધકામની પ્રક્રિયામાં અગ્રણી પગલું છે
2. ફાઉન્ડેશન નાખવું
ફાઉન્ડેશન એ બિલ્ડિંગનો સૌથી નીચો ભાગ છે, જ્યાં તે માટીને મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે દરેક ઇમારતનું અદ્રશ્ય માળખું છે. અને નિઃશંકપણે, આ પાયો તેના ઉપર ઊંચી ઇમારત ઊભી કરવા માટે સૌથી મજબૂત હોવો જોઈએ. જો પાયો નબળો હોય, તો તે ઘરનું વજન પકડી શકશે નહીં, પરિણામે પતન થશે. બાંધકામ ઇજનેરો આને સમજે છે અને, આમ, પાયો બનાવવા માટે માનવ સંસાધન અને સામગ્રીના સંદર્ભમાં તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. તેઓ સ્થળને સમતળ કરે છે અને ઘરનો પાયો નાખવા માટે છિદ્રો અને ખાઈ ખોદે છે.
પાયાનો તબક્કો ઘર બાંધકામ પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે
3. પ્લિન્થ બીમ અને સ્લેબ
એકવાર પાયો નાખ્યા પછી, આગળના પગલામાં તેને પ્લિન્થ બીમ અને સ્લેબ સાથે મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે, જે ટોચ પર ઉમેરવામાં આવે છે. આ ફાઉન્ડેશનને વધારાની તાકાત આપવા અને તેને તિરાડો અને મારામારીથી બચાવવા માટે કરવામાં આવે છે. તે ભૂકંપની સ્થિતિમાં ફાઉન્ડેશનને અકબંધ રહેવામાં પણ મદદ કરે છે.
ઘર બાંધવા માટે પાણીના સીપેજ માટેનું માળખું આદર્શ નથી. આથી, પ્લીન્થ લેવલ પર વોટરપ્રૂફિંગ એ પણ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. તમે એવા નિષ્ણાતોનો સંપર્ક કરી શકો છો કે જેઓ પાણીના સીપેજને દૂર કરવા માટે પ્રમાણભૂત વોટરપ્રૂફિંગ રસાયણોનો ઉપયોગ કરે છે.
પ્લિન્થ અને બીમ સ્લેબ સરળ ઘર બાંધકામ પ્રક્રિયા માટે પાયાને મજબૂત બનાવે છે
4. સુપરસ્ટ્રક્ચર
પ્લિન્થ લેવલ એ ફિનિશ્ડ ફ્લોરનું લેવલ છે. પ્લિન્થ લેવલથી ઉપરની કોઈપણ રચનાને સુપરસ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આ સુપરસ્ટ્રક્ચર બીમ અને સ્લેબ માટે સપોર્ટ આપે છે. દાખલા તરીકે, કૉલમ એ સુપરસ્ટ્રક્ચરનો એક ભાગ છે જે ફાઉન્ડેશન પર માઉન્ટ થયેલ લોડને વિતરિત કરવામાં અને પકડી રાખવામાં મદદ કરે છે. આ સ્તંભો સ્લેબ સુધી બાંધવામાં આવે છે અને લોડને સીધા નીચેની જમીનમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે.
તમારા આર્કિટેક્ટની ટીમ મંજૂર કરેલ મકાન યોજના મુજબ કૉલમને ચિહ્નિત કરશે અને તેનું નિર્માણ કરશે.
5. બ્રિકલેઇંગ
બ્રિકલેઇંગ એ નવા ઘર બનાવવાની પ્રક્રિયાનું આગલું પગલું છે. આ તે છે જ્યાં ઘરનો દૃશ્યમાન ભાગ બનાવવામાં આવે છે. તમારી પસંદગીના આધારે, તમે દિવાલો ઊભી કરવા માટે ઇંટો અથવા કોંક્રિટ બ્લોક્સમાંથી પસંદ કરી શકો છો. આજકાલ, ઘણા લોકો તેના હોલો સેન્ટરને કારણે કોંક્રીટ બ્લોકવર્ક પસંદ કરે છે, જે તેની સાથે કામ કરવા માટે વધુ હળવા બનાવે છે. કોંક્રિટ બ્લોકનું પ્રમાણભૂત પરિમાણ 450 x 225 મીટર છે. જાડાઈ 60 mm થી 150 mm સુધી બદલાઈ શકે છે.
સિમેન્ટ મોર્ટાર મિક્સરનો ઉપયોગ સિમેન્ટ સાથે રેતીને મિશ્રિત કરવા માટે થાય છે, જે ઇંટોને એકસાથે રાખવામાં મદદ કરે છે. દિવાલો ઊભી કરતી વખતે દરવાજા અને બારીઓનું માળખું કોતરવામાં આવે છે.
બ્રિકલેઇંગ ઘરની બાંધકામ પ્રક્રિયાના દૃશ્યમાન માળખાના નિર્માણની શરૂઆત કરે છે
6. લિંટેલ અને રૂફ કોટિંગ
દિવાલો તૈયાર થઈ ગયા પછી, ટોચ પર લિન્ટલ બાંધવું પડશે. પ્લિન્થની જેમ જ, લિંટેલ એ એક બીમ છે જે તમામ દરવાજા અને બારીઓ પર મૂકવામાં આવે છે જે તેના પર મૂકવામાં આવેલા માળખાના ભારને ટેકો તરીકે સેવા આપે છે.
એકવાર તે થઈ જાય, પછીનું પગલું છત છે. છત એ ઘરના સૌથી ઉપરના સ્તરનો ઉલ્લેખ કરે છે જે સમગ્ર માળખાને આવરી લે છે અને તેને બહારના વાતાવરણથી સુરક્ષિત કરે છે.
7. પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ
આ દિવસોમાં જે નવા મકાનો બાંધવામાં આવી રહ્યા છે તેમાં વાયર અને પાઈપ છુપાયેલા છે. આનું કારણ એ છે કે આ પાઈપો અને વાયર માત્ર બાંધકામના તબક્કા દરમિયાન જ સફળતાપૂર્વક સ્થાપિત થાય છે. આમ, તેઓ દિવાલો અને સ્લેબ વચ્ચે છુપાયેલા છે. આ એકંદર ઘરના સૌંદર્ય શાસ્ત્રને વધારવામાં મદદ કરે છે.
પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ એ ઘરની બાંધકામ પ્રક્રિયાનું મૂળભૂત પાસું છે
8. બાહ્ય અને આંતરિક ડિઝાઇનિંગ
એકવાર બ્રિકવર્ક, વાયરિંગ અને પ્લમ્બિંગ થઈ જાય, તે ઘરના બાહ્ય ભાગને પ્લાસ્ટર કરવાનો સમય છે. ફરીથી, રેતી અને સિમેન્ટના મિશ્રણનો ઉપયોગ બાહ્ય પ્લાસ્ટર કરવા અને દિવાલોને સમાન સપાટી આપવા માટે થાય છે. આ ઉપરાંત, પ્લાસ્ટરિંગ એકંદર માળખું મજબૂત બનાવે છે અને તેને બહારના હવામાનથી રક્ષણ આપે છે.
તમે ફર્નિચર અને દિવાલના ઉન્નતીકરણો સહિત ઘરની આંતરિક વસ્તુઓ કરવા માટે એક વ્યાવસાયિક ઇન્ટિરિયર ડિઝાઇનરને હાયર કરી શકો છો.
9. ફ્લોરિંગ
ઘરની ફ્લોરિંગનું
કામ સામાન્ય રીતે આંતરિક અને બાહ્ય ડિઝાઇન લગભગ પૂર્ણ થઈ જાય પછી શરૂ થાય છે. ફ્લોરિંગની વાત આવે ત્યારે તમે ઘણા વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. દાખલા તરીકે, તમે ઇટાલિયન માર્બલ, ગ્રેનાઇટ, સિરામિક ટાઇલ્સ, લાકડાની ટાઇલ્સ, માટીની ટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ અથવા ઇપોક્સી ફ્લોરિંગ પસંદ કરી શકો છો. પસંદગી તમારા બજેટ અને તમારા સ્વાદ પર આધારિત છે.
ફ્લોરિંગ ઘણીવાર ઘર બાંધકામ પ્રક્રિયાના અંતમાં કરવામાં આવે છે
ઘર બાંધકામ પ્રક્રિયા - બાંધકામ પછી
તમારું ઘર બનાવતી વખતે યાદ રાખવા જેવી 5 બાબતો
પોસ્ટ હાઉસ બાંધકામ પ્રક્રિયામાં સમગ્ર ઘરની સંપૂર્ણ તપાસનો સમાવેશ થાય છે. તે અંતિમ ગુણવત્તા તપાસ કરવા જેવું છે. આ ઉપરાંત, આ વિભાગમાં પૂર્ણ થવાનું અંતિમ આંતરિક કાર્ય અને કેબિનેટની સ્થાપના, જો કોઈ હોય તો પણ સામેલ છે.
10. ગુણવત્તા તપાસ
ઘર બનાવવાની પ્રક્રિયા એક દુર્લભ પ્રસંગ છે અને તેને નોંધપાત્ર બજેટની જરૂર છે. તેથી, ઇચ્છનીય નાણાકીય મર્યાદામાં સરળ બાંધકામની ખાતરી કરવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવું આવશ્યક છે-
ઘરના બાંધકામની પ્રક્રિયા પછી ગુણવત્તાની તપાસ એ કોઈપણ સમસ્યાની તપાસ કરવા માટે અંતિમ તપાસ જેવી છે. જો કોઈ અસંગતતા હોય જેમ કે કંઈક સુધારવાની જરૂર હોય, તો તે આ તબક્કે કરી શકાય છે. જો કે, તમે ફક્ત કોઈપણ નાની અસંગતતાઓને સુધારી શકો છો.
11. આંતરિક કામ
ફ્લોર એરિયા રેશિયો એ નક્કી કરવામાં મદદ કરે છે કે રહેવાની જગ્યા તરીકે કેટલી જમીનનો ઉપયોગ કરી શકાય છે. તે માત્ર વિકાસ માટે જ નહીં પરંતુ પર્યાવરણીય હેતુઓ માટે પણ મહત્વપૂર્ણ છે.
તમારી જરૂરિયાતો જાણો: તમારા ઘરનું બાંધકામ શરૂ કરતા પહેલા, તમારી જરૂરિયાતોની સૂચિ બનાવવાની ખાતરી કરો. જરૂરિયાતો અને ઈચ્છાઓને અલગ-અલગ કેટેગરીમાં વહેંચો અને તમારા બજેટ પ્રમાણે રોકાણ કરો.
તમારા બજેટની યોજના બનાવો: ઘરના બાંધકામ દરમિયાન કોઈપણ વધારાનો ખર્ચ ટાળવા માટે તમારા બજેટની અગાઉથી જ યોજના બનાવો. વિવિધ બિલ્ડરો અને સામગ્રી વેચનાર પાસેથી ખર્ચની સરખામણી કરો.
યોગ્ય સામગ્રી મેળવો: ખાતરી કરો કે તમારી પસંદ કરેલ બાંધકામ સામગ્રી સારી ગુણવત્તાની છે. તમારા ઘરને સારી-ગુણવત્તાવાળી સામગ્રીથી બાંધવાથી વારંવાર સમારકામના ખર્ચને અટકાવવામાં આવશે.
યોગ્ય બિલ્ડર પસંદ કરો: તમારું ઘર બાંધવા માટે યોગ્ય બિલ્ડરની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. વિવિધ બિલ્ડરોની તુલના કરો, તેમની સમીક્ષાઓ વાંચો અને પછી અંતિમ પસંદગી કરો.
જ્યારે ગુણવત્તા તપાસ પૂર્ણ થાય છે, ત્યારે આંતરિક કાર્ય પૂર્ણ કરવાનો સમય છે. આંતરિક કામ હેઠળ દિવાલોનું પ્લાસ્ટરિંગ આવે છે. દિવાલોને પ્લાસ્ટર કરવાથી દિવાલમાં કોઈપણ મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળે છે. પ્લાસ્ટરિંગ માત્ર અંદરની દિવાલો માટે કરવામાં આવશે નહીં. તે બહારની દિવાલો માટે પણ હાથ ધરવામાં આવશે. દિવાલોને પ્લાસ્ટર કરવું એ આત્યંતિક અને કઠોર બાહ્ય વાતાવરણમાંથી દિવાલો માટે ઢાલનો એક સ્તર ઉમેરવા જેવું છે. આ તબક્કા દરમિયાન પીઓપી ડિઝાઇનને લગતી કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.
12. પેઈન્ટીંગ
ઘર બાંધકામ પ્રક્રિયાના નિષ્કર્ષ
દિવાલોને રંગવાનું એ ઘરની બાંધકામ પ્રક્રિયાનું છેલ્લું પગલું છે. પ્લાસ્ટરિંગ પછી, પેઇન્ટનો એક સ્તર દિવાલ માટે રક્ષણનો એક સ્તર ઉમેરે છે. વધુમાં, તે દિવાલોને સૌંદર્ય શાસ્ત્ર અને વર્ગનો સ્પર્શ પણ આપે છે. આંતરિક દિવાલો અને બાહ્ય દિવાલોની પેઇન્ટિંગ માટે, પેઇન્ટનો પ્રકાર બદલાય છે. કઠોર હવામાન પરિસ્થિતિઓને કારણે થતા ઘસારોથી દિવાલોને સુરક્ષિત રાખવા માટે બાહ્ય દિવાલો માટેના પેઇન્ટ વધુ સજ્જ છે. દિવાલોની પેઇન્ટિંગ દરમિયાન કરવામાં આવતી રંગની પસંદગી તમારા ઘર માટે તમે ઇચ્છો છો તે પ્રકારના આંતરિક ભાગનો સ્વર પણ સેટ કરશે. જો તમે તમારા ઘરમાં ફોલ્સ સિલિંગ અને પેનલ્સ ઉમેરવાનું વિચારી રહ્યા છો, તો પેઇન્ટનું કામ પૂર્ણ થયા પછી તે કરી શકાય છે.
ઘર બનાવવાની પ્રક્રિયા એ એક જટિલ અને લાભદાયી યાત્રા છે જે દ્રષ્ટિને મૂર્ત વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે. પ્રારંભિક આયોજન અને ડિઝાઇનના તબક્કાઓથી માંડીને ઝીણવટભર્યા બાંધકામ અને અંતિમ રૂપ સુધીના દરેક પગલાને સાવચેતીપૂર્વક ધ્યાન અને કુશળતાની જરૂર છે. આ એક સહયોગી પ્રયાસ છે જેમાં આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને કુશળ ડિઝાઇનર્સ એક સુરક્ષિત અને આરામદાયક જગ્યા બનાવવા માટે સાથે મળીને કામ કરે છે.